•સ્કૂલ નહિ તો ફી નહિ’નો શિક્ષણ વિભાગનો ઠરાવ રદ્દ:હાઇકોર્ટ

આ ઉપરાંત વાતચીત અંગેનો મુદ્દો આગામી દિવસોમાં જારી થનારા વિસ્તૃત આદેશમાં પણ સમાવિષ્ટ કરવાનું હાઇકોર્ટે નોંધ્યું છે. ૩૧/૦૭/૨૦૨૦ સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકરાને ટકોર કરી હતી કે સરકાર ફી અંગે યોગ્ય માળખું નિશ્ચિત કરે જેથી વાલીઓેને મુશ્કેલી નહીં આવે.આ ઉપરાંત શાળાઓ ન ખૂલે ત્યાં સુધી ફી ન લેવાનો સરકારનો નિર્ણય પ્રથમદર્શનીય રીતે તર્ક જણાતો નથી.  ખાનગી શાળોને પણ કર્મચારીઓનો પગાર તેમજ અન્ય ખર્ચ ચૂકવવાના હોય છે. વાલીઓને ફી ચૂકવવામાં મુશ્કેલી થતી હોય તો સરકારે મદદ કરી કોઇ રસ્તો કાઢવો જોઇએ.

·  સરકાર ફી અંગે યોગ્ય માળખું નિશ્ચિત તેવી ટકોર :હાઇકોર્ટ

આ ઉપરાંત વાતચીત અંગેનો મુદ્દો આગામી દિવસોમાં જારી થનારા વિસ્તૃત આદેશમાં પણ સમાવિષ્ટ કરવાનું હાઇકોર્ટે નોંધ્યું છે. ૩૧/૦૭/૨૦૨૦ સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકરાને ટકોર કરી હતી કે સરકાર ફી અંગે યોગ્ય માળખું નિશ્ચિત કરે જેથી વાલીઓેને મુશ્કેલી નહીં આવે.

આ ઉપરાંત શાળાઓ ન ખૂલે ત્યાં સુધી ફી ન લેવાનો સરકારનો નિર્ણય પ્રથમદર્શનીય રીતે તર્ક જણાતો નથી.  ખાનગી શાળોને પણ કર્મચારીઓનો પગાર તેમજ અન્ય ખર્ચ ચૂકવવાના હોય છે. વાલીઓને ફી ચૂકવવામાં મુશ્કેલી થતી હોય તો સરકારે મદદ કરી કોઇ રસ્તો કાઢવો જોઇએ.

·  બધાની હાલત ખરાબ છે, શાળાઓ અક્કડ ન દાખવે: હાઇકોર્ટ

હાઇકોર્ટે ખાનગી શાળાઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે પરંતુ શાળાઓને ટકોર પણ કરી છે કે કોરોનાની મહામારીના કારણે અત્યારે કપરા સંજોગો ઉભા થયા છે. અત્યારે બધા લોકોની પરિસ્થિતિ ખરાબ છે. તેથી આ સમયે ખાનગી શાળાઓ સરકાર સાથેની વટાઘાટોમાં અક્કડ વલણ ન દાખવે.શાળાઓ મોટું મન રાખી સરકાર સાથે પરામર્શ કરે અને તમામ પક્ષે સંતુલન થાય તેમ કોઇ નિર્ણય કરે. સરકારે ફી ન વસૂલવાનો ઠરાવ કર્યા બાદ શાળાઓએ ઓનલાઇન વર્ગો બંધ કરી દીધા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા, આ અયોગ્ય પગલું હતું. શાળાઓએ વિદ્યાર્થીઓનું હિત સાચવવું જોઇએ

·  ગુજરાત સરકારની રજૂઆત

રાજ્ય સરકારની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત હતી કે લોકડાઉનના કારણે મોટાભાગના વાલીઓની પરિસ્થિતિ કફરી છે.તે ઉપરાંત શાળાઓ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવી રહી છે. જેથી સ્કૂલ ફી અંગેના વિવાદો ઉભા થયા છે.

રાજ્ય સરકારે શરૂઆતમાં ખાનગી શાળાના સંચાલકો સાથે મંત્રણા કરી તેમને ફીમાં કન્સેશન આપવા ભલામણ કરી હતી 5 શાળાઓ કન્સેશન આપવા તૈયાર નહોતી થઇ. જેથી રાજ્ય સરકારે આ ઠરાવ કરવો પડયો હતો. આ ઉપરાંત આ ઠરાવ જ્યાં સુધી શાળાઓ ફિઝિકલ રૂપે શરૂ ન થાય ત્યાં સુધી ફી ન લેવાનો જ છે. શાળાઓ ખૂલ્યા બાદ તેઓ નિયત ફી લઇ શકે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version