
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :ગુજરાત
કોરોનાની બીજી લહેરની અસર ધીમે-ધીમે મંદ પડી રહી છે. ગુજરાતમાં રોજ નવા નોંધાતા કેસમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર સ્કૂલ-કોલેજો શરૂ કરવામાં આવી રહી છે. આજે શિક્ષણમંત્રી ભૂલેન્દ્ર સિંહ ચુડાસમાએ ધોરણ 6 થી 8ના ઑફલાઇન વર્ગો શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરી છે. શિક્ષણ મંત્રીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, આગામી 2 સપ્ટેમ્બરથી રાજ્યમાં ધોરણ 6 થી 8ના ઑફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે.જેમાં સરકારી અને ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર શાળાના વર્ગો શરૂ થશે. આ દરમિયાન ઓનલાઈન અને ઑફલાઈન શિક્ષણ પણ ચાલુ જ રહેશે.આગામી 2 સપ્ટેમ્બરથી 32 લાખથી વધુ બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ થશે. 50 ટકા ક્ષમતા સાથે વર્ગો શરૂ થશે. શાળામાં આવવા માટે વાલીઓની લેખિત સંમતિ હોવા જરૂરી.વધુમાં તેમણે જણાવ્યું કે, સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ સિવાય સ્કૂલોએ હેન્ડવૉશ અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે. આમ ધોરણ 9 થી 12ના ઓફલાઇન વર્ગો માટે લાગુ પડતી SOP ધોરણ 6 થી 8ના વર્ગો માટે પણ લાગૂ પડશે…