- બનાસકાંઠા પોલીસ માટે દિયોદર ના લોકપ્રિય પોલીસ અધિકારી DYSP એ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવવો એ ગર્વની ક્ષણ કહી શકાય
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : દિયોદર (લાલજી દરજી)
બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માં DYSP તરીકે ફરજ બજાવતા પી. એચ. ચૌધરી સાહેબ ને તાજેતર માં રાષ્ટ્રપતિ ચંદ્રક થી સન્માનિત કરવામાં આવ્યા છે.ત્યારે સમગ્ર જિલ્લા તેમજ તાલુકા માંથી અનેક સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે.પ્રથમવાર બનાસકાંઠા પોલીસ ડિપાર્ટમેન્ટના જાંબાઝ નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી પી.એચ. ચૌધરી સાહેબ કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી દિયોદર ખાતે DYSP તરીકે સાચી નિષ્ઠાથી ફરજ બજાવી તેમને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરતા ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા શાલ ઓઢાડીને તેમજ પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ જામાંભાઈ પટેલ ,ભરતભાઈ અખાણી ,સી.કે.શાહ,ડૉ. નરેશભાઈ ચૌધરી, પ્રદીપભાઈ શાહ ,મહેશભાઈ ગજ્જર ,અંબારામ ભાઈ જોષી ,શિતલ ભાઈ ત્રિવેદી ,મોહનભાઈ મકવાણા,વિરલ શાહ ઉપસ્થિત રહી DYSP ને શુભકામનાઓ પાઠવી હતી…