બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ થરાદ પોલીસ ખોડા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક નંબર- RJ-19-GE-1334 માં ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૦ જેની કુલ કિ.રૂા.૪૦,૮૦૦/- નો તથા ટ્રક ગાડીની કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂા.૫,૦૦૦/- તથા એમ મળી કુલ કિ.રૂ.૧૦,૪૫,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમ મિસરારામ ડુંગરારામ જાટ(કાઠુંવા) ઉ.વ.૨૩ રહે.કરના, પંચાયત-ચંપા ભાખરી તા.સીણધરી, જિ.બાડમેર(રાજસ્થાન) તથા તેની સાથેના વિરેન્દ્ર દુદારામ જાતે.જાટ(ગોદારા) ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.ભુકા ભગતસિંહ, તા.સીધરી, જિ.બાડમેર(રાજસ્થાન) વાળાઓને પક્ડી પાડી પકડાયેલ બંન્ને ઈસમો વિરુદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.