બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ જીલ્લા માં દારુ તેમજ જુગાર ની પ્રવુતિ ને નાબુત કરવા થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા જે દરમિયાન ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન સાંચોર બાજુથી આવેલ ટ્રેલર ગાડી નં. PB-02-E-9076 ની આવતાં ચેક કરતાં તેમાં ચોખાના બોકસ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવેલ. જે ગાડીમાં ભરેલ દારૂની પેટીઓ એક જ બ્રાન્ડની કુલ દારૂની પેટીઓ નંગ- ૧૧૦ બોટલ નંગ- ૧૩૨૦ જેની કિ.રૂ.૩૮૧૪૮૦/- નો પ્રોહીનો મુદ્દામાલ મળી આવેલ. જે ચોખાના બોક્સ તથા ગાડી સહિત અન્ય મુદ્દામાલ કુલ કિ.રૂા. ૪૬,૩૪,૪૮૦/- નો મુદ્દામાલ મળી આવતાં ગાડીના ચાલક (૧) જગતારસિંઘ સકતરસિંઘ જાટ(શીખ) ઉપ. ૪૮ રહે. ખાનછાબરી પંજાબ (ર) પરમજીતસિંઘ દર્શનસિઘ જાટ (શીખ) રહે વાલોઠા પંજાબ વાળો પ્રોહી જથ્થા સાથે પકડાયેલ હોઇ તેમના વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે