ડીસા શહેરને જોડતો બનાસ બ્રિજ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા હવે રોજેરોજ વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. ખાસ કરીને એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે બીજી તરફ વારંવાર કલાકો સુધી સર્જાતા બનાસ બ્રિજ પર ટ્રાફિકના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ને જોડતો ઇસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર બનાસ નદી નો બ્રિજ 70 વર્ષ જૂનો બ્રિજ હોવાથી તેમાં ડેમેજ થતા બ્રિજ નું સમારકામ કરવાથી 70 વર્ષ જૂનો બ્રિજ બધ કરવામાં આવ્યો છે.જેના કારણે માત્ર એક બ્રિજ પર જ વાહન ચાલકોને ડાયવરજન આપવામાં છે.જેથી ભારે ટ્રાફીક જામ સર્જાય છે.વારંવાર વધતા જતા વાહનોના ટ્રાફિકજામ સર્જાતા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક ધારસભ્યના શશીકાંત પંડ્યા દ્વારા બનાસ નદી માં રોડ બનાવામાં આવ્યો છે જેથી ટ્રાફિક ની સમસ્યા હળવી થાય પરંતુ આજે ડીસા બનાસ નદી બ્રિજ પર તેમજ બનાસ નદી માં બનાવેલ રોડ પર ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતો. આજે સર્જાયેલ બનાસ નદી બ્રિજ પર તેમજ બનાસ નદી અંદર બનાવેલ રોડ પર પાંચ કિલોમીટર જેટલો લાબા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ટ્રાફિકજામના કારણે વાહન ચાલકો તેમજ 108 એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિક જામમાં ફસાઈ હતી. ભારે ટ્રાફિક જામમાં વાહનચાલકો બે કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. જેથી વાહન ચાલકોએ ક્રમમાં કરી હતી તે તાત્કાલિક ધોરણે બંધ પડેલો 70 વર્ષ જૂનો તાત્કાલિક ચાલુ કરવામાં આવે જેથી દરરોજ સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે.