છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલની કટોકટી ચાલી રહી છે પરંતુ છેલ્લા પાંચ દિવસની વાત કરવામાં આવે તો પાંચ દિવસમાં ધાનેરા વિસ્તારના ઘણા ખરા પેટ્રોલ પંપ બંધ ના બેનરો લાગી ચૂક્યા છે ત્યારે વાહન ચાલકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ ન મળતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ ખેડૂતોને ખેડવાની તેમજ વાવણી ની સિઝન શરૂ થઈ છે ત્યારે ખેડૂતોને પણ પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતાં ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે આજે નાયરા પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈન લાગેલી જોવા મળી હતી ખેડૂતો પણ ડીઝલ લેવા માટે આવ્યા હતા પરંતુ ખેડૂતોને પુરતા પ્રમાણમાં ડીઝલ ન મળતાં ખેડૂતોએ મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી તરફ ખેડૂતો તેમજ વાહન ચાલકોનો ઇમરજન્સી કામ ન અટવાય તે માટે કેટલાક પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પાંચસો રૂપિયા નું ડીઝલ તેમજ સો રૂપિયાનું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને વાહન ચાલકોને પણ મુશ્કેલી ન પડે અને પેટ્રોલ પંપ સંચાલકો ના સંબંધો સચવાઇ રહે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે ખેડૂતો તેમજ વાહન ચાલકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર આ બાબતે ધ્યાન આપે અને પેટ્રોલ ડિઝલની કટોકટી દૂર થાય તેવુ પંપના માલિકો ઈચી રહ્યાં છે
