- સોનેથ ગામને પીવાના પાણીનાં ફાંફાં
- પાણી માટે વલખા મારતી મહિલાઓ…..
- નર્મદા કેનાલ નું પાણી બંધ,
- કટાવ થી આવતું પાણી બંધ
- પાણી નો કોઈ સ્રોત નથી મહિલાઓ ત્રાંહિમામ

સરહદી બનાસકાંઠા જીલ્લા નું સુઈગામ તાલુકા ના સોનેથ ગામે ગ્રામજનો ને પાણી પુરુ પાડવા માટે નર્મદા કેનાલ ના માધ્યમ દ્રારા પાણી પુરુ પાડવામાં આવતું હતુ,અગાઉ પાણી કટાવ થી આવતું હતુ તેં પણ છેલ્લાં એક વર્ષથી બંધ છે, આમ નર્મદા કેનાલ મા પાણી બંધ થવાથી અને કટાવ થી પણ પાણી ન આવતું હોવાથી ત્રણ દીવસ થી ગામની મહિલાઓ, શાળા ના બાળકો પાણી માટે વલખા મારી રહ્યાં છે,ગામમાં પાણી ન આવવાથી ગામની મહિલાઓ વરસો થી અવાવરું એટલે કે જુના સંપમાંથી પાણી ભરવા મજબૂર બની છે,જેમાં જુના સંપ ને સાફ સફાઇ ન કરેલ સંપ માંથી પાણી વાપરતા મલેરિયા જેવા ભયંકર પાની જન્ય રોગો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ,તો આ બાબતે ગ્રામ પંચાયત દ્રારા યોગ્ય કાર્યવાહી કરી અને કરાવી નર્મદા કેનાલ માં પીવાનું પાણી છોડાવે અથવા કટાવ થી પીવાનું પાણી ચાલુ કરાવે અથવા ટેન્કર દ્રારા પાણી ની વ્યવસ્થા યુદ્ધના ધોરણે ચાલુ કરાવે તેંવી ગામ ના લોકો ની માંગ છે.