આગામી ગુજરાત વિધાન સભા ની ચુંટણી ના પડધમ વાગી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ વખતે કોંગ્રેસે ડીસા વિધાનસભા બેઠક કબજે કરવા માટે અત્યારથી જ કમર કસવાનું શરૂ કર્યું છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દેસાઈએ આજે કચ્છી કોલોની વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી લોકોની સમસ્યાઓ અને તકલીફો જાણી હતી. ખાસ કરીને લોકો રાશનકાર્ડ અલગ કરાવતા એપીએલ થઈ જાય જેથી લોકોને રાહત નું અનાજ ન મળતા ગરીબ લોકો ને હાલાકી ભોગવી રહ્યા છે.તો કેટલીય સોસાયટીમાં લોકો પોતાના પૈસે જાતે જ સફાઈ કરાવી રહ્યા છે એક તરફ ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે બીજી તરફ લોકો ભારે તકલીફોનો સામનો કરી રહ્યા હોવાનું જણાવી સરકારની વિકાસની વાતો સામે સવાલ ઉઠાવ્યા હતા . . .