વાવ તાલુકાનાં ખરડોલ ગામનાં દાતાએ ભાભરની જલારામ ગૌશાળામાં ગૌ એમ્બ્યુલન્સ અર્પણ કરી

સરહદી વાવ,થરાદ, સુઈગામ વિસ્તારમાં જલારામ યુવક મંડળ દ્વારા ગૌસેવા અર્થે બે એમ્બ્યુલન્સ ચલાવવામાં આવે છે.તો વળી ભાભર વિસ્તારમાં ભાભર જલારામ ગૌશાળા સંચાલિત ગૌ એમ્બ્યુલન્સ સરહદી વિસ્તારમાં રખડતાં ગૌવંશ સહિત
ગૌશાળાઓમાં પણ રહેતી અને વધારે પ્રમાણમાં બીમાર હોય એવાં ગૌવંશને ભાભર ખાતે એમ્બ્યુલન્સ મારફત લઈ જવામાં આવે છે.અને ત્યાં અલગ અલગ ભાગોમાં આવેલ ઓપરેશન થિયેટરોમાં અત્યાધુનિક સારવાર હોય છે.

વાવ તાલુકાનાં ખરડોલ ગામનાં નયનભાઈ વખતરામભાઈ જોશીએ સ્વ.ખરડોલા વખતરામભાઈ વાલજીભાઈનાં પોતાનાં પિતાજીનાં સ્મરણાર્થે ગૌમાતાને રૂ.9 લાખની કિંમતની ગૌ એમ્બ્યુલન્સ ભેટ અર્પણ કરવામાં આવી હતી.બનાસકાંઠાનાં સરહદી વિસ્તારમાં રખડતી અને નિરાધાર ગાયો માટે ગૌશાળા ભગીરથ કાર્ય કરી રહી છે.તો વળી 11000 ગૌવંશની નિઃસ્વાર્થ સેવા જલારામ ગૌશાળા ભાભરમાં થઈ રહી છે.1200થી પણ વધારે બીમાર ગૌમાતાઓ જેમને અત્યાધુનિક ડોક્ટરની ટીમ દ્વારા ઓપરેશન જેવી જરૂરિયાત પ્રમાણે સેવા કરવામાં આવે છે.

સરહદી વિસ્તારમાં આવેલ ગૌશાળા રણમાં મીઠી વીરડી સમાન બની છે.વાવ તાલુકાનાં યુવાન દ્વારા ગૌ માતાની સેવા અર્થે આપવામાં આવેલ ગૌ એમ્બ્યુલન્સ ખરા અર્થમાં ખૂબ ઉપયોગી બની રહેશે.આ પ્રસંગે નયનભાઈ જોશી,અમીરામભાઈ આશલ (પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, વાવ),અને ભાભર ગૌશાળા ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યાં હતાં અને ગૌ એમ્બ્યુલન્સ ગૌશાળામાં અર્પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *