ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેશે. વોશિંગ્ટન ડીસીમાં મુખ્ય ન્યાયમૂર્તિ જોન રોબર્ટ્સની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહ ભારતીય સમય મુજબ રાત્રે સાડા આઠ વાગ્યે શરૂ થશે. સત્તા હસ્તાંતરણના ભાગ રૂપે શ્રી ટ્રમ્પ તેમનું ઉદ્ઘાટન ભાષણ આપશે. જેડી વાન્સ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. આ પહેલા તેમણે ગઇકાલે વોશિંગ્ટન ડીસીમાં સમર્થકોને સંબોધિત કર્યા હતા.વિદેશમંત્રી એસ જયશંકર સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.આ સમારોહમાં વિવિધ દેશોના નેતાઓ ઉપસ્થિત રહેશે.