થરાદ ના ડોકટરો એ હડતાલ માં જોડાયા

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ રાજ્યના 30,000 થી વધુ એલોપેથીક ડોકટરોની સંસ્થા છે.ત્યારે IMA દ્વારા  તા.૩૦.૦૬.૨૦૨૨ ના રોજ હડતાળ પાડીને  હાઇકોર્ટ  રીટ/પીટીશનમાં રાજ્ય સરકારને જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU હોવું જોઈએ તેમજ કાચના ફસાદ દૂર કરવા વગેરે જોગવાઈઓ લાગુ કરવાની સૂચના આપી છે .અને રાજ્ય ભરની હોસ્પિટલોની  ૭ દિવસની અંદર તેનું પાલન કરવાની નોટિસો મળી રહી છે.તે જોગવાઈ ઓના વિરોધમાં  સમગ્ર ગુજરાત સહિત થરાદ તાલુકાની ખાનગી હોસ્પિટલો ધરાવતા ડોકટરો દ્વારા તા.૨૨.૦૭.૨૦૨૨, શુક્રવારના રોજ રાજ્ય સરકારના એકપક્ષીય નિર્દેશોના વિરોધ માટે હડતાળમાં જોડાઈને  વિરોધ પ્રદર્શન નોંધાવયું

થરાદ ડોક્ટર એસએસએનના પ્રમુખે હડતાળને લઈને જણાવ્યું હતું કે સરકાર દ્વારા આઇસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જોઈએ જે સંપૂર્ણ પણે પાયા વિહોણી અને અતાર્કિક  છે.અને તેનો અમલ કરવો શક્ય નથી.અને આ જોગવાઇઓના કોઈ વૈજ્ઞાનિક આધાર નથી આ જોગવાઇઓના અમલથી ICU દર્દીઓમાં  ચેપ થવાની સંભાવના છે અને સમગ્ર રાજ્યમાં ICU બેડ ની સંખ્યામાં ઘટાડો થશે.આ આદેશ કરતા પહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અથવા કોઈ પણ શાખાને સામેલ કર્યા વગર એકપક્ષીય પસાર કરવામાં આવ્યો છે.વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા સહિત  રાજ્યના ૩૦,૦૦૦ થી વધુ ડોક્ટરો   દર્દીઓની  સારવાર સેવાઓ ,ઇમરજન્સી સારવાર થી દુર રહીને હડતાળમાં જોડાશે અને  સરકાર દ્વારા કરેલ આદેશને લઈને થરાદ પ્રાંતને આવેદનપત્ર આપી  વિરોધ પ્રદર્શન કરશે અને હડતાળ દરમિયાન ઇમરજન્સી દર્દીઓને  સારવાર  અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી પડશે.જેથી જાહેર જનતાને ૨૨.૦૭.૨૦૨૨ ને શુક્રવારના રોજ થરાદ તાલુકાની તમામ ખાનગી હોસ્પિટલો ધરાવતા ડોકટરો હડતાળમાં જોડાયા છે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version