વાવ તાલુકાનાં દૈયપ માઈનોરમાં ભર શિયાળે સિંચાઈ માટે પાણી નહિ મળતાં ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.તો વળી ખેડૂતો પાંચ વર્ષથી નર્મદા નિગમમાં પણ સિંચાઈ માટે પાણી મળે એ માટે રજુઆત કરી રહ્યાં છે. છતાં પણ નિયમિત રીતે પાણી નહિ મળતાં ખેતરો કોરા કટ પડયા છે. નઘરોળ તંત્ર આંખ આડા કાન કરતું હોવાથી સરહદી વાવ અને સુઈગામ તાલુકાની અનેક કેનાલોમાં સિંચાઈ માટે પાણી નહિ મળતા કેટલીક માઈનોર કેનાલો સૂકી ભઠ્ઠ પડી છે.
સરહદી વાવ તાલુકામાં નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણીને લઈને છાસવારે ધાંધિયા સર્જાઈ રહ્યાં છે. વારંવાર કેનાલોમાં ગાબડાઓ તો સરહદી વિસ્તારનાં છેવાડાનાં ખેડૂત સુધી સિંચાઈનું પાણી નહિ મળતાં સ્થાનિક ખેડૂતો નર્મદા નિગમ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.