
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
સરહદી સુઇગામ તાલુકા ના દૂધવા બેણપ ગામોની આજરોજ બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે એ ઓચિંતી મુલાકત લીધી હતી,મુલાકાત દરમ્યાન ગ્રામ પંચાયત દ્વારા 14માં નાણાપંચમાં થયેલા કામોની સ્થળ મુલાકાત લઇ વિસ્તૃત માહિતી એકઠી કરી હતી, સરકારના આદેશ પ્રમાણે છેલ્લા 4 વર્ષ માં 14 માં નાણાપંચ અંતર્ગત જે કામો થયા છે તેની ચકાસણી કરી હતી. દુધવા ગામમાં દુધવા પેવર બ્લોકનું કામ, દુધવા ગામની સમસાન ભુમિના બ્લોકનું કામ, બેણપ ગામના સમસાન ભુમિ ની અને ગામ તળાવ ગોચરની પણ મુલાકાત કરી અને બેણપ નુ માનગઢ વાદીવાસ મા આવાસ ઑજના મા લેવા ગટરલાઈનનાં કામની સ્થળ ચકાસણી કરી રેકર્ડ તપાસ્યુ હતું. આ મુદ્દાઓ પર નિરીક્ષણ કરી તેનો અહેવાલ વડી કચેરી પણ મોકલાવશે .જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે એ બેણપ ગામના સરપંચ શ્રી પરાગજી રાજપુત ,તલાટી કમ મંત્રી વિજયભાઈ ગરો ની હાજરીમાં સ્થળ ચકાસણી કરી હતી તેમજ સુઇગામ વહીવટી તંત્ર ના કર્મચારીઓ હાજર રહ્યાં હતા,