- જીલ્લા કલેકટર આનંદ પટેલ ની વાવ ની મુલાકાતે .
- વ્યવસ્થા ને લઇ અને દર્દીઓ ની મુલાકાત લીધી
- ૧૦ ઓક્સીજન બેડ વધારવા સૂચનો કરવામાં આવ્યા
- ઓક્સીજન પ્લાન્ટ ની જગ્યા નું નિરક્ષણ કર્યું
- વાવ રેફરલ ના સ્ટાફ ની કામગીરી બિરદાવી ..
- અંતે આનંદ પટેલ એ વાવ રેફરલ ના દર્દી ઓ ને હુંફ આપી .
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી પંથક માં કોરોના જેવી ભયાવહ બીમારી સામે લોક ફાળો અને અધિકારી ઓ ના પ્રયત્નો થી વાવ માં કોવીડ હોસ્પિટલ માં ઓક્સીજન બેડ ની સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે જેમાં તા -૨૨/૦૫/૨૦૨૧ ના રોજ બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલે કોવીડ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી અને દર્દી ઓ ના હાલચાલ પૂછયા હતા અને વાતચીત કરી હતી અને જમવા ની વ્યવથા પૂછતા દર્દીઓ દ્વારા જણાવામાં આવ્યું કે વાવ યુવા દ્વારા ટીફીન સેવા પૂરી પાડવામાં આવે છે .જેમાં દર્દી ઓ ના દ્વારા હોસ્પિટલ ની કામગીરી ના વખાલ કર્યા હતા ત્યારબાદ હોસ્પિટલ ના વિવિધ જગ્યાઓ નું નિરક્ષણ કર્યું હતું અને અધિકારી ઓ ને ત્રીજી વેવ ના પૂર્વ તૈયારી ના ભાગ રૂપે જીલ્લા કલેકટર આનંદ પટેલ ૧૦ ઓક્સીજન બેડ વધારવા સુચન કર્યા હતા અને ઓક્સીજન પ્લાન્ટ ની જગ્યા નું નિરક્ષણ કર્યું હતું અને હોસ્પિટલ ની કામગીરી અને ઓક્સીજન ની વ્યવસ્થા બાબતે લોકો ના આપેલા ફાળા ને બિરદાવ્યા હતા અને વિશેષ આનંદ પટેલે જણાવ્યું હતું કે કોઈ કામ કાજ હોય તો જણાવજો વગેરે બાબતો નું દયાન દોરજો તેમ જણાવ્યું હતું …જેમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના વાલા સાહેબ ,થરાદ નાયબ કલેકટર બી .સી .બોડાણા તેમજ વાવ મામલદાર પરેશભાઈ પ્રજાપતિ ,નાયબ મામલદાર ઈશ્વરસિંહ બાયડ વાવ તાલુકા આરોગ્ય અધિકારી ,વાવ તાલુકા વિકાસ અધિકારી બી .જી .રાજપૂત,ભરતભાઈ તેમજ વાવ રેફરલ ના તબીબ ગણપત સિંહ ચોહાણ તેમજ એમ .એમ મકવાણા અને સ્ટાફ અને અધિકારી ઓ હાજર રહ્યા હતા