વાવ મામલદાર ખાતે પક્ષીઓ માટે પાણીના કુડા અને ચકલી માળા નું વિતરણ કાર્યક્રમ યોજાયો…

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપાલ જયસ્વાલ )

બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA)દ્વારા સમગ્ર જિલ્લાના તાલુકા કક્ષાએ પક્ષીઓને પીવાના પાણીના કુંડા તેમજ ચકલી ઘર સહિત ચણ માટેના બોક્સ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુરુવારે વાવ મામલદાર ખાતે  પક્ષીઓ માટે પાણીના કુડા વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં ઉનાળાની ઋતુ શરૂ થતાં સરહદી પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે લુ શરૂ થતી હોય છે જેમાં ગરમ પવનની લહેરની શરૂઆત થતાં પક્ષીઓની હાલત અત્યંત કફોડી બની જવા પામતી હોય છે જેમાં ચકલી જેવા નાના પક્ષીઓ અત્યંત ગરમીની લુ સહન નહિ કરી શકવાના કારણે મોતને ભેટતાં આવા પક્ષીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આવા નાના પક્ષીઓને મુખ્ય પીવાનું પાણી તેમજ બેસવા માટે છાંયડો તેમજ ઈંડાં મુકવા માટે માળો બનાવવા એક ઘરની જરૂરિયાત હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના માધ્યમથી છેલ્લા દસ વર્ષથી તમામ તાલુકા કક્ષાએ  પક્ષીઓના કુંડા વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં સુઇગામ ખાતે યોજાયેલા કાર્યક્રમ માં વાવ મામલદાર કચરી ના કર્મચારીઓને ચકલીઘર કુંડા,વિગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું,જેમાં સીમા જન કલ્યાણ સમિતિના કિશોરભાઈ વ્યાસ,કરમણભાઈ પટેલ,ડો,લાલજીભાઈ સહિત સંસ્થાના કાર્યકરો હાજાજી રાજપૂત,ભુરપુરી ગૌસ્વામી,લક્ષ્મીબેન ઠાકોર સહિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા,

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version