સુઇગામ તાલુકા ના તમામ ગામોમા RSS દ્વારા ઉકાળો બનાવી વિતરણ કરવાનું આયોજન કરાયું
Contents
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામબનાસકાંઠા જીલ્લા માં કોરોના ની મહામારી વચ્ચે અનેક સંસ્થા ઓ આગળ આવી ઉકાળા નું આયોજન કરતા હોય છે જેમાં સરહદી સુઇગામ તાલુકા માં કોરોના જેવી મહામારી તાલુકા ની જનતા નો ભોગ ન લે તે માટે સુઇગામ તાલુકા ના તમામ ગામો માં માધવ પ્રભાત શાખા સુઇગામ તેમજ RSS સુઇગામ દ્વારા આર્યુવેદીક ઉકાળો બનાવી સુઇગામ ના તમામ ગામો માં જઈ ઉકાળા નું વિતરણ કરવામાં આવશે.આ આર્યુવેદીક ઉકાળો કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જેને લયી ને શરીર માં કોરોના ની અસર થતી નથી,આ ઉકાળા નું સેવન કરવાથી શરીર એક દમ તંદુરસ્ત બની જાય છે,માટે શરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આવા આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવાનું આયોજન કરેલ છે,આ આર્યુવેદીક ઉકાળો પીવાથી કોઈ આડઅસર થતી નથી માટે દરેક લોકો એ આ આર્યુવેદીક ઉકાળા નું સેવન કરવું જોઈએ અને અન્ય ને પણ આ ઉકાળો પીવા સલાહ સૂચન આપવા અનુરોધ કરવામાં આવ્યો ..