સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષક તથા અક્ષય રાજ પોલીસ અધીક્ષક બનાસકાંઠા-પાલનપુરના નાઓએ નોંધાયેલ વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ સત્વરે શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક સી.એલ.સોલંકી નાઓના માર્ગદર્શન તળે,એ.વી.દેસાઇ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનાઓની રાહબરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી/કર્મચારીઓ માનવસ્ત્રોત,વાહન ચેકીંગ,પેટ્રોલીંગ વિગેરે કરી પ્રયત્નશીલ હતા.
એ.વી.દેસાઇ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનાઓને ખાનગી રાહે બાતમી આધારે, એક ઇસમ બજાજ કંપનીનુ પલ્સર મોડલનુ કાળા કલરનુ મો.સા નંબર પ્લેટ વગરનુ જે ચોરી કે છળકપટ થી મેળવે કે આધાર પુરાવા વગરને મોટર સાયકલનુ મોટર સાયકલ હોય,જે હકીકત આધારે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો વોચમા રહી બજાજ પલ્સર મોટર સાયકલ રજી.નં. :GJ01JY9786 ચેસીસ નંબર જોતા MD2A11CZ2GRC27730 એન્જીન નં.DHZRGC78131 મળી આવતા કબજે કરી સી.આર.પી.સી. ક.૪૧(૧),૧૦૨ મુજબ કાર્યવાહી કરી વાહન ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી આગળની તપાસ ડીસા રૂરલ પોલીસ ચલાવી રહેલ છે.