ડીસામાં અઠવાડિયા અગાઉ અપશબ્દ બોલવા બાબતે સરકારી હોસ્પિટલ પાસે બે યુવકો પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. લાલચાલી વિસ્તારમાં રહેતા અંકિત ઉર્ફે માઈકલ ઠાકોર અને મનોજ ઠાકોર પર ટોળાએ ધારિયા, તલવાર અને ધોખા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં સારવાર દરમિયાન અંકિત ઉર્ફે માઈકલ ઠાકોર નું પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. પોલીસે ટોળા સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ના આધારે અલગ અલગ બે ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં અગાઉ 4 આરોપીઓ ની ધરપકડ બાદ આજે પોલીસે વધુ એક આરોપીઓ કિરણ ઉર્ફે કિરણ ઉફ્રે કાળું ખેતાજી ઠાકોર કંસારીને ગુનામાં વપરાયેલ પીકઅપ ગાડી સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા છે ઉલ્લેખનીય છે કે ઉતર પોલીસ સ્ટેશનમાં પી આઈ વી એમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ગણતરી ના કલાકો માં ૬ જેટલા આરોપી ને ઝડપી પાડતા ડીસા ઉત્તર પોલીસ ની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી.