ડીસા શહેરમાં નવરાત્રી ઉત્સવને લઈ ખેલૈયોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના બાદ નવરાત્રી ઉત્સવની ઉજવણીમાં ખેલૈયાઓ પણ મન મૂકીને થનગણાત કરવા તૈયાર છે ત્યારે ડીસામાં ઠેર ઠેર ગલીઓમાં અને પાર્ટી પ્લોટોમાં માં જગતજનની અંબે ભવાનીની આરાધના અને ભક્તિ થઈ રહી છે ત્યારે ડીસામાં આવેલ નવજીવન સોસાયટી અને સ્નેહકુંજમાં પણ આયોજકો તરફથી સુંદર આયોજન કરીને નવરાત્રી રમવા આવનાર ખેલૈયાઓ માટે અનેરો આકર્ષણ જમ્યું છે સોસાયટીના આયોજકો શૈલેષભાઈ રાજગોર હર્ષદભાઈ વ્યાસ રાજુભાઈ પરિહાર મહેશભાઈ માધવાણી ધવલભાઈ પંચાલ મુકેશભાઈ સોની કાંતિભાઈ સોની રાજુભાઈ જોશી લાલાભાઇ કંસારા હરેશભાઈ સિંધી અને ગોવિંદભાઈ ઠક્કર તરફથી ગરબે રમનાર આવનાર તમામ ખેલૈયાઓ માટે દરરોજની અલગ અલગ ગિફ્ટો અને નાસ્તા નો પણ આયોજન કરી રમનાર વ્યક્તિઓનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે ડીસામાં આવેલ નવજીવન સોસાયટી અને સ્નેહકુંજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ઉત્સવમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે નવરાત્રી ની અંદર નવ દિવસ દરમિયાન અલગ-અલગ પોશાકો તેમજ પાર્ટીની સંગાથે સંગીતમાં વાતાવરણમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે
ડીસા નવજીવન સોસાયટી અને સ્નેહકુંજમાં નવરાત્રી મહોત્સવ ની રંગત જામી

Leave a Comment