બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકા થી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા જે પવિત્ર અને વિશ્વવિખ્યાત અને બીજા નંબરના યાત્રાધામ ઢીમા તરીકે દેશ વિદેશોમાં પ્રખ્યાત થયેલ તેમજ ચારધામની જાત્રા કર્યા પછી જો યાત્રાધામ ની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાન અને ઢીમણનાગ દાદા ના ચરણોમાં શીશ નમવાના આવો ત્યાં સુધી કરેલી જાત્રા અધુરી ગણાય છે.

જેથી આ યાત્રાધામ ની અંદર દર પુનમના દિવસે હજારો લાખોની યાત્રાળુઓની સંખ્યામાં ભવ્ય મોટો લોક મેળો યોજાય છે અને આડા દિવસે પણ ભારે મોટી લોકો ની ભીડ જોવા મળતી હોય છે તેમજ થરાદ થી ઢીમા જે માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલ છે સરહદી વિસ્તારના અને સરહદી વિસ્તારના ગામડાઓને જોડાતો મુખ્ય મેઈન રસ્તો છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં થઈ ગયો છે જેને લઈને વાહન ચાલાકો સહિત યાત્રાધામ ઢીમા ની અંદર આવતા યાત્રાળુઓ તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

દૈનિક અખબાર તેમજ મૌખિક અનેક રજૂઆત પણ તંત્ર ના આંખ આડા કાન
આ રોડનું નવીન કરણ કરવા માટે અગાઉ અનેક વખત લોકો દ્વારા રજૂઆતો તંત્રને કરી ચૂક્યા છે છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી આ રોડનું નવીન કરણ કરવામાં હજુ સુધી આવ્યું નથી તેવા દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે અત્યારે આ રોડની એટલી બધી ભયંકર હાલત ગંભીર થઈ ગઈ છે કે વાહન ચાલાકોને ચાલવું તેમજ બીજા વાહનને ઓવરટેક સાઈટ આપવી ખૂબજ મુશ્કેલ બની રહી છે.
એટલું જ નહીં સરહદી કાંઠા વિસ્તારનો આ મેઇન મુખ્ય થરાદ થી ઢીમા ઢેરીયાણા સપ્રેડા ફાગડી ટડાવ બાલુત્રી ચંદનગઢ ચોથાનેસડા ગામડી કારેલી કુંડાળિયા માવસરી સહિત આંતરિયાળ અને છેવાડાના તાલુકાના ગામડાઓના લોકોને થરાદ સુધી આવવા માટેનો રસ્તો હોવાના કારણે ગામડાઓના લોકો પણ આ રસ્તાને લઈને ખૂબજ પરેશાનીઓ ભોગવી રહ્યા છે.
આ રસ્તા ઉપર થી ઇમર્જન્સીમાં 108 કે અન્ય કોઈ કામગીરી અર્થે વાહન લઈને નીકળવું હોય તો ખૂબજ મુશ્કેલ બની ગયું છે ત્યારે જવાબદાર રોડ વિભાગનું તંત્ર તેમજ ધારાસભ્ય સાંસદ સભ્ય દ્વારા ઉચ્ચકક્ષાએ એટલે કે રાજ્ય સરકાર રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ યાત્રાધામ ઢીમા ને જોડાતો થરાદ થી ઢીમા રોડનું નવીન કરણ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની પ્રબળ માગ ઉઠવા પામી છે