ધાનેરા ખાતે વિશ્વ પર્યાવરણ દિને,ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજ. રાજ્ય, એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રી શાંતિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીવદયા વાત્સલ્ય ધામ ધાનેરા ખાતે 1111 વૃક્ષોનું પીપળવળનું નિર્માણ કરવા માટે આજે 111 વૃક્ષો રોપવા માં આવ્યા હતા પર્યાવરણ ઋષિ તરીકે જાણીતા વડીલ ડો.નવીન કાકા અને નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર ગોવિંદભાઈ પટેલ, તથા પારસભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા.જીવદયા વાત્સલ્ય ધામમાં 111 દેશી કુળના વૃક્ષો વાવી અને પ્રકૃત્તિ સંરક્ષણ માટે કાર્ય કરતા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું. અને વૃક્ષ શામાટે જરૂર છે, અને જ્યાં વૃક્ષ નથી ત્યાં કેવી ખરાબ પરિસ્થિતિ છે,જે વિડિઓ બતાવવામા આવ્યો હતો,અને આવનારા સમયમાં ધાનેરા તાલુકાના તમામ ગામોની મંદિર, સ્મશાન જેવી ભૂમિમાં સઘન વૃક્ષારોપણ થાય અને વૃક્ષો ઉછેર પામે એ માટે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને મિશન ગ્રીન ધાનેરા દ્વારા ગામલોકો અને પંચાયત સાથે રાખીને વૃક્ષો ઉછેર કરવામાં આવશે. આ પ્રસંગે GGB બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ રામાભાઈ રાજપૂત, ધાનેરા તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ઈશ્વરભાઈ પટેલ અને એમની ટીમ પણ ઉપસ્થિત રહી. આ પ્રશંગે પત્રકાર, મીડિયા ના મિત્રો એ પણ વૃક્ષારોપણ, નો લાભ લીધો હતો
