વી.ઓ- અત્યારે ગૌમાતા લંપી નામના રોગચાળા થી પીડાઈ રહી છે અને એક બાદ એક ગાયોના મોત નીપજી રહ્યા છે જેથી કરીને લોકો તેમજ ગૌ સેવકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે સરકારે થોડા સમય અગાઉ 500 કરોડ ગાયોને સહાય આપવાની જાહેરાત કરી હતી પરંતુ તે હજુ સુધી સહાય ન ચૂકવતા આજે ગૌ સેવકો રસ્તા પર ઉતર્યા છે અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે અત્યારે ગૌમાતા ભારે મુશ્કેલીમાં છે ત્યારે સરકાર સહાય ચૂકવે અને ગાયોની વારે આવે તેવી માંગ સાથે આજે સમગ્ર ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યો હતો ત્યારે ધાનેરા પણ સજ્જડ બંધ જોવા મળી રહ્યું હતું ધાનેરામાં વેપારીઓ તેમજ ગૌ સેવાકોએ વિશાળ રેલી યોજી મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગાયોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી