બનાસકાંઠા ના ધાનેરા ખાતે આપધાત ની ધટના સામે આવી છે જેમાં ધાનેરાની શિવ પેલેસ હોટલમાં હોટલ ના જ કર્મચારી 30 વર્ષીય મુકેશભાઈ રાવણા રાજપુત નામના યુવકે રૂમમાં પંખે લટકી ગળે ફાસો ખાઈને આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. મ્રુત્યુ પામનાર યુવાન મુકેશ શિવ હોટલ પેલેસમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતો હતો. સમગ્ર મામલે ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસે ધટના સ્થળ પર આવી લાશનો કબજો લઈ પંચનામું કરી મૂર્તક ની લાશને પી.એમ અર્થે ધાનેરા સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.જ્યાં પોલીસે એડી નોધી તપાસ હાથધરી છે વધુ માં મૃતક ની લાશ ને પરિવાર જનો ને સુપ્રત કરી હતી.