ગાંધી બાપુના ગુજરાત પ્રતિબંધ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ ધાનેરા થાવર ગામ ત્રણ રસ્તા પાસે ધાનેરા પોલીસ ની ટીમે બાતમી આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન એક ગાડી આવતા તેને રોકવી તપાસ કરતા ગાડીની પાછળ વિદેશી દારૂ તેમજ બિયર ની પેટી મળી આવી હતી પોલીસે દારૂની 504 બોટલ,મોબાઈલ તેમજ કાર મળીને કુલ રૂ.5.62 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો તેમજ વિદેશી દારૂ નાં જથાને અમદાવાદ તરફ લઇ જતા ડીસા તાલુકાના જેનાલ ગામના ભીમ સિહ અજમલજી ઠાકોર સાથે ધાનેરા તાલુકાના ધરનોદર ગામના ખેતા ભાઈ હોતભાઈ રબારી ની ધરપકડ કરી ને પૂછ પરસ હાથ ધરી હતી જેમાં દારૂની જથો રાજસ્થાનના સાચોર તાલુકાના ટી ટોબ ગામના લીલાભાઇ રબારીએ ગાડીમાં ભરાવ્યો હોવાની કબૂલાત કરી હતી આ ઉપરાંત દારૂનો જથ્થો અમદાવાદ શહેર પાસેના ચિલોડા વિસ્તાર ખાતે રહેતા ભરત રબારીએ મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે કુલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.