દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની અધ્યક્ષતામાં ભૂ-જલ-યોજનાના કાર્યક્રમ દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઇ પટેલ અને એમએલએ ના સમર્થક સાથે બોલાચાલી કરી લાફો મારવાના બનાવ ને લઇ ખેડૂતો મા રોષ વ્યાપ્યો હતો જે બનાવ ના વિરોધ મા આજે ધાનેરા ખાતે ખેડૂત આગેવાન કાળુભાઇ તરક તથા ખેડૂત સમર્થકો એ ધાનેરા મામલતદાર શ્રી મોડશીંગભાઈ રાજપૂત ને આવેદન પત્ર આપી એમ. એલ. એ. ના સમર્થક પર સરકાર કાયદેસર ની કાર્યવાહી કરે અને ગુનેગાર ને જેલ ભેગા કરે તેવી રજૂઆતો કરી હતી.વધુ માં ખેડૂત આગેવાન મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું હતું જો ગુન્હેગારો ને છાવર વામાં આવશે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જેની સમગ્ર જવાબદારી સરકાર ની અને દિયોદર ધારાસભ્ય ની રહેશે તેમ જણાવ્યું હતું