સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના દેથલી ગામ માં સગાઈ કરેલ યુવતી એ જીવન ટૂંકાવ્યું તેવી ઘટના સામે આવી છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ભાવિ પતિ કોરેટી ગામ ના યુવાન રાહુલભાઈ તલાભાઈ સોલંકી કોરેટી વાળા સાથે અગાઉ બે વર્ષ પહેલાં સમાજના રિતિ રિવાજ સાથે સગાઈ કરવામાં આવી હતી મૃતક યુવતી ના ભાઈ ના કહ્યા અનુસાર છેલ્લા બે વર્ષ થી મારી બહેન ટેલિફોનિક વાતચીત કરતો હતો અને ધર ની બહાર નહીં જવાના તેમજ વહેમ રાખી માનસિક ટેલિફોનિક ટોર્ચર કરતો વધુમાં જણાવતા કહ્યું કે સમાજના રિતી રીવાઝો મુજબ લગ્ન ના થાય ત્યાં સુધી એક બીજા ને મળવા નો રિવાજ ના હોવા છતાં અવાર નવાર ધર ની બહાર આવી મળવા આવતો હતો અને ભાઈ ના કહ્યા અનુસાર ધર સંસાર ના બગડે તે માટે અવાર નવાર મળતા હતા.ગત રોજ તા 25/10/2021 ના રોજ રાહુલભાઈ તલાભાઈ સોલંકી મળવા આવતા ની સાથે મૃતક મહિલા ના મોટા બાપા ગણેશભાઈ એ ઠપકો આપ્યો હતો ત્યારબાદ ચાલ્યો ગયો હતો વારંવાર લગ્ન માં 300 માણસ સાથે લગ્ન કરવા ની હઠ પકડી હતી હાલમાં ચાલી રહેલ કોરોના ની મહામારી ના કારણે 50-70 માણસો ની પરવાનગી હોઈ વારંવાર 300 વ્યક્તિ ઓ ને લઈ ને લગ્ન કરવાનું કહી માનસિક ટોર્ચર કરતો હતો
કેવી રીતે બની સમગ્ર ધટના
આજ રોજ સવારનાં 8 વાગે હું જાગતો હતો અને મારી મમ્મી ખેતરે ગયેલા હતા અને ભાઈ અભ્યાસ કરવા ગયેલ હતો અને મારીબહેન ઘરકામ કરતી હતી અંદાજે સાડા આઠેક વાગે રાહુલભાઈ તલાભાઈ સોલંકી નો ફોન આવ્યો અને કહેલું કે તમારી બહેન ફોન નથી ઉપાડતી તમે મારી સાથે વાત કરાવો જેથી હું ફોન ઓરડા માં લઇ ને જતા બહેન ને ગળે ફાસો લગાવેલ હાલત મલી આવતા મૃતક ના ભાઈએ બહેન ને પકડી નીચે ઉતારી ને તેના મિત્ર ને જાણ કરતા મિત્ર આવી પહોંચ્યો હતો તે બાદ ઇકો ગાડી માં લઇ જતા બહેન મરત્યું પામી હતી તે ને પીએમ માટે વાવ ની રેફરલ હોસ્પિટલમા લાવવવામાં આવી ત્યારબાદ પોલીસ ને જાણ કરાતા પોલીસ હોસ્પિટલ ખાતે આવી પહોંચી રાહુલભાઈ તલાભાઈ સોલંકી કોરેટી વાળા ના વિરુદ્ધ માં દુશપ્રેરણા ની IPC કલમ 306 મુજબ કેશ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસે મૃતક મહિલા ના ફોન ને ફોરેન્સીક મૂકી પોલીસે ચક્રોગતિમાન કરી તપાસ હાથ ધરી છે