સરહદી બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ એક લાંચીયો અધિકારી એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયો છે. દિયોદરમાં એક સસ્તા અનાજની દુકાનના ઓડિટમાં ખામી નહીં કાઢવાની તેમજ અન્ય કોઈ રીતે હેરાન નહીં કરવા માટે સંચાલક પાસેથી રૂપિયા 10 હજારની માગણી કરી હતી અને આજે દુકાનદાર પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા

દિયોદર નાયબ મામલતદાર રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે નોધનીય છે કે મામલતદાર કચેરીની અંદર જ નાયબ મામલતદાર લાંચ લેતા રંગેહાથ એસીબીના છટકામાં ઝડપાઇ જતાં કચેરીમાં હડકંપ મચી ગયો હતો, ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ દિયોદર પાસેથી 696 બોરી સસ્તા અનાજની દુકાનનો જથ્થો ઝડપાયો હતો. આ અનાજ કૌભાંડ સ્થાનિક પુરવઠા વિભાગની રહેમનજર હેઠળ ચાલી રહ્યું હતું ત્યારે આ એસીબીના છટકામાં ઝડપાયેલ નાયબ મામલતદાર પી આર ઠાકોર ની આ અનાજ કૌભાંડમાં સંડોવણી હોવાનું પણ પૂરેપૂરી શક્યતા ઓ સર્જાઈ શકે તેમ છે. જો આ નાયબ મામલતદાર ની તટસ્થ તપાસ થાય તો હજુ પણ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.