બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ જીલ્લામા પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવ્રુતિ અટકાવવા સુચના કરેલ હોય જે અંતર્ગત ડી.ટી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર ડિવિઝન નાઓ તથા શ્રી એસ.એ.પટેલ સી.પી.આઇ. નાઓના માર્ગદર્શન તથા જે.એન.દેસાઇ પો.સબ.ઇન્સ. દિયોદર પોલીસ સ્ટેશન નાઓની સુચના અનુસંધાને દિયોદર પોલીસ સ્ટાફ પ્રાઇવેટ વાહનમા ચીભડા ઓ.પી. વિસ્તારમા પ્રોહી પેટ્રોલીગમા હતા. તે દરમ્યાન સાથેના પો.કોન્સ. ધર્મેન્દ્રસિહ નાનુભા બ.નં.૭૬૩ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મુકેશભાઇ અમરતભાઇ ઠાકોર રહે.ધુણસોલ(રા) સીમ તા.દિયોદર વાળા પોતાના ખેતરમા બનાવેલ રહેણાક મકાનમા ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી ચોરી છુપીથી વેચાણ કરે છે .જે હકીકત આધારે મુકેશભાઇ અમરતભાઇ ઠાકોર રહે.ધુણસોલ(રા) સીમ તા.દિયોદરવાળાના ખુલ્લા રહેણાક મકાન માંથી ગે.કા. વગર પાસ પરમીટના વિદેશી દારૂની બોટલો નંગ–૩૨૦ કિ.રૂ.૩૬.૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડીપાડી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે