દિયોદર તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ કિસાન સંઘના નેજા હેઠળ દિયોદર વિધુત બોર્ડ કચેરી ખાતે મીટર પ્રથા નાબૂદ કરવા કૃષિ મંત્રી અને જવાબદાર તંત્રને રજૂઆત કરી છે. ખેડૂત દ્વારા રજૂઆત કરી માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી લઈ અનેક પ્રકારની સમસ્યાઓ ભોગવી રહ્યા છે. જેમાં આજે દિયોદર તાલુકાના ખેડૂતો જીઇબી કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઇ કિસાન સંઘના નેજા હેઠળ રજૂઆત કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મીટર હોવાના કારણે ખેડૂતોને પોસાતું નથી. જેથી બીલ મોટા પ્રમાણમાં આવતું હોય છે. ખેડૂતોની માંગ છે કે, બીજા ખેડૂતોને ઉધડ મીટરની જેમ તેમને પણ ઉધડ મીટર લગાડવામાં આવે એવી રજૂઆત કરી ઝુંબેશ હાથ ધરી હતી.