આજ રોજ યુવા ભાજપ ડીસા તાલુકા દ્વારા જરૂરિયાત મંદ દર્દીઓ માટે રક્તદાન કેમ્પ નુ આયોજન ડીસા ના વિકાસ પુરુષ ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને થયુ. અત્યાર ના કપરા સમયમા પ્રસૂતિ વખતે પીડાતી બહેનો માટે, થેલેસેમિયા, હિમોફીલિયા સિક્લસેલ ના બાળકો તેમજ જરૂરિયાત મંદ દર્દીઓ માટે “રક્તદાન મહાદાન” ના જોશ સાથે અનેક લોકોએ કર્તવ્ય સમજી રક્તદાન કરી જરૂરિયાત મંદ લોકો માટે “જીવ એજ દેશ ની નીવ” ના અભિગમ સાથે આ ઉત્ક્રુષ્ઠ દાન કર્યુ. દરેક રક્તદાતાઓ ને ભગવાન શ્રી રામ નો ફોટો તથા ટીફીન બોક્ષ ભેટ આપવામા આવ્યો. આ પ્રસંગે બનાસકાંઠા જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી કૈલાશભાઈ ગેલોત, ડીસા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રતીકભાઈ પઢિયાર, બનાસકાંઠા જીલ્લા યુવા ભાજપ પ્રભારી શ્રી મંયકભાઈ બારોટ, જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી ડીસા તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી ચેલાજી ઠાકોર, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ડીસા પ્રમુખ શ્રી જયેશભાઈ દેસાઈ સહિત આગેવાનો હોદેદારશ્રીઓ તથા કાર્યકરો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.