ડીસા શહેરમાં વધતી જતી મારામારીની ઘટનાઓ વચ્ચે આજે ડીસા સરકારી હોસ્પિટલ પાસે અજાણ્યા શખ્સો દ્વારા દર્દીને માર મારતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મારામારી અને હત્યા જેવા ગંભીર ગુના હિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને આજે લોકો નજીવી બાબતમાં આવેશમાં આવી જઈ અથવા તો અંગત અદાવતમાં મારા મારી જેવી ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે
ત્યારે ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં રહેતા ભરતભાઈ ઠાકોર બી.પીની અસર હોવાના કારણે સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા જે બાદ ત્રણ દિવસની સારવાર પૂરી થયા બાદ તેઓ ડીસા સરકારી હોસ્પિટલ માંથી રજા લઈ અને સિવિલ હોસ્પિટલની બહાર બેઠા હતા તે સમયે અચાનક અજાણ્યા ત્રણ શખ્સો ત્યાં પહોંચ્યા હતા અને કંઈપણ કહ્યા વગર તેમના પર ધોકા વડે હુમલો કર્યો હતો જે બાદ ભરતભાઈએ બૂમાબૂમ કરતાં આ ત્રણેય શકશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના બાદ ઇજાગ્રસ્ત ભરતભાઈ ઠાકોર નો પરીવાર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો જ્યાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.