ડીસા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહ્યા..

ગુજરાતમાં ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોને લઈ સતત ચર્ચામાં રહે છે.  થોડા દિવસ પહેલા  ખનીજચોરી મામલે મામલતદારને જાહેરમાં ઝાટકણી કાઢી વિવાદમાં આવ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ફરી એક વખત આકરા તેવર જોવા મળ્યા હતાં  ઓવરલોડ વાહનો બાબતે મનસુખ વસાવાએ મામલતદારને  જાહેરમાં  બિભત્સ શબ્દોનો ઉપયોગ કરી અપમાન કરાતાં મહેસૂલ વિભાગ ના કર્મચારીઓમાં ભારે આકોશ ફેલાયો છે ત્યારે  મહેસુલ મંડળ વિભાગ દ્વારા સાંસદ મનસુખભાઈ વસાવા સામે બાંયો ચડાવી છે અને આંદોલનનું રણશિંગુ ફુંકાયો છે ત્યારે આજે ડીસા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ગ્રામિણ મામલતદાર કે એસ તરાલ સહિત શહેર મામલતદાર એસ ડી બોડાણા પુરવઢા મામલતદાર પટણી નાયબ મામલતદાર દશરથભાઈ ઝાલા સહિત મહેસુલ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા માફી માંગે તો ડીસા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ દ્વારા પેન ડ્રાઈવ સાથે માસ સીલ પર ઉતરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version