કોઈ પણ નગરના વિકાસના કાર્યો તે નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.. અને નગરપાલિકા આ વિકાસના કાર્યોની રણનીતિ પાલિકાની સાધારણ સભામાં ઘઢાતી હોય છે.. પરંતુ ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં વિકાસ કાર્યોની ચર્ચાઓછી અને વિવાદની ચર્ચા વધારે થતી હોય છે.. આજે પણ કઈક આવું જ ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં જોવા મળ્યું હતું. ડીસા નગરપાલિકા દ્વારા આજે આગામી સમયમાં કરવામાં આવનારા વિકાસ કાર્યોની ચર્ચા માટે સાધારણ સભા મળી હતી.. સાધારણ સભાની શરૂઆત થતાં જ વિપક્ષોએ સાધારણ સભાના અધ્યક્ષ પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.. આજની સાધારણ સભામાં ફરી એકવાર ડીસામાં વર્ષોથી વિવાદનું કેન્દ્ર રહેલો નાનાજી દેશમુખ ગાર્ડનનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.. પાલિકાના અધ્યક્ષસ્થાનેથી પાલિકા પ્રમુખે વિકાસના કાર્યોની વાત કરી હતી.. જેમાં ડીસામાં નવીન ટાઉન હૉલ બનાવવાની વાત કરવામાં આવી હતી.. અને ડીસામાં ફરી એકવાર પાણી પુરવઠામાં યોજના હેઠળ બોર લાગુ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આજની સાધારણ સભામાં વિપક્ષી સદસ્યોએ પાલિકા પ્રમુખ સામે આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે પાલિકા પ્રમુખ દ્વારા પાલિકા સદસ્યોની વાતો સાંભળવામાં આવતી નથી.. અને સાધારણ સભા ચર્ચા કર્યા વગર જ આટોપીક લેવામાં આવે છે.. આજની સાધારણ સભામાં પણ વિપક્ષના સદસ્ય વિજયભાઈ દવેએ નાનાજી દેશમુખ ગાર્ડનના મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.. તો કોંગ્રેસના સદસ્ય જગદીશભાઇ મોદીએ શહેરમાં ગંદકીના પ્રશ્ન અંગે પાલિકાની નિંદા કરી હતી..પાલિકાના વિપક્ષી સદસ્યો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના જવાબ આપતા પાલિકા પ્રમુખે જણાવ્યુ હતું કે બગીચાના મુદ્દા પર સરકાર દ્વારા સ્ટે આપેલો છે.. જ્યારે શહેરમાં સફાઈને મુદ્દે જે નવી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે તે એજન્સી દ્વારા સંતોષજનક કામગીરી થતી ના હોવાથી તેને નોટિસ આપવામાં આવી છે.. અને આગામી સમયમાં શહેરમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામા આવશે..