બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકા દ્વારા હજુ પણ નાના નગરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળે છે. ડીસા શહેરમાં રખડતાં પશુઓને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. નાયબ કલેકટરના હુકમ છતાં ડીસા નગરપાલિકા રખડતાં પશુઓને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે. અવારનવાર ડીસા શહેરમાં આખલાઓ સહિતના ઢોરનો ત્રાસ રહેતો હોય છે. સ્થાનિકો દ્વારા પણ આ અંગે અનેક વાર પાલિકામાં રજુઆત કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી અને જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર બને છે.ત્યારે આજે પણ બનાસકાંઠાના ડીસામાં આખલાઓ આતંક મચાવ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.આજે ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આખલાનો આતંક યથાવત રહ્યો હતો જેમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા નગરમાં રહેતા ભાવેશ કુમાર ગિરધરભાઇ લોધા નામના એક યુવકને આખલાએ અડફેટે લેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે તાત્કાલિક તેમના પરિવારજનો ભાવેશભાઇને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા