ભારત દેશએ વીર સપૂતોને દેશ છે. દેશને આઝાદી અપાવવામાં અનેક વીર સપૂતો એ પોતાનું બલિદાન આપ્યું છે ત્યારે દર વર્ષે આ વીર સપૂતોની યાદમાં દેશમાં અનેક દિનની લોકો ઉજવણી કરે છે.જે અંતર્ગત ૨૩ માર્ચ એટ્લે શહિદ દિન… ૨૩ માર્ચ૧૯૩૨ના રોજ અંગ્રેજોએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી.. ત્યારથી ૨૩ માર્ચના દિવસને શાહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.. દેશની આઝાદી માટે નાની ઉંમરમાં શહીદી વ્હોરનાર ભારત માતાના આ સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે ડીસા ખાતે બુધવારે સાંજે ડીસાની આદર્શ હાઈસ્કૂલથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં મોટી સંખ્યામાં શહેરના આગેવાનો અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરો જોડાયા હતા.. આ રેલી ડીસા આદર્શ હાઈસ્કૂલથી પ્રસ્થાન થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.. રેલી દરમ્યાન ભવ્ય દેશભક્તિનો માહોલ સર્જાઈ ગયો હતો.