ગુજરાત આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફોર્મની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે.RT-PCR ટેસ્ટ કે અન્ય રિપોર્ટ પણ માન્ય રહેશે. આ સાથે જ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, ડોક્ટર કે હોસ્પિટલના દસ્તાવેજ માન્ય ગણાશે. કોરોના સંક્રમિત થયાના 30 દિવસમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને સહાય આપવામાં આવશે. જેમાં 50 હજારની સહાય અપાશે. રાજ્ય સરકારની યાદીવાળા 10 હજાર 88 કેસમાં ઝડપથી કાર્યવાહી થશે. આપને જણાવી દઈએ કે કોરોના કાળમાં કેટલાક લોકોના હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા જ્યારે કેટલાકના ઘરોમાં જ મોત નિપજ્યા હતા જેને લઈને સુપ્રીમ કોર્ટે નિર્દેશ એ પણ કર્યો છે કે ઘરે કે હોસ્પિટલમાં જે પણ કોલોના કોવિડના કારણે મૃત્યું પામ્યા હશે તે તમામને આ વળતર આપવું, સુપ્રમી કોર્ટે NDMA આરોગ્ય મંત્રાલય રાજ્યો માટે દિશા નિર્દેશ જાહેર કરતા કહ્યું છે કે આ વળતર સહાય માટે ફરિયાદ નિવારણ સમિતી પુરાવાઓની તપાસ કરી શકે છે તેમજ સમિતીને હોસ્પિટલનો રેકોર્ડ મંગાવવાનો પણ અધિકાર આપવામાં આવશે.