મહારાષ્ટ્રના એક ખેડૂતે લગભગ 200 ક્વિન્ટર ડુંગળી લોકોને મફતમાં વેચી દીધી હતી. લોકો બોરીયો ભરીને ડુંગળી લઇ ગયા હતા અને ખેડૂત જોતો રહી ગયો હતો. આ ઘટના મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારની છે. અહી બુલઢાણા જિલ્લાના શેગાંવમાં એક ખેડૂતે પોતાની બે એકર જમીનમાં ડુંગળી ઉગાડી હતી. ડુંગળીનો પાક સારો થયો હતો. આશા હતી કે તેનો સારો ભાવ મળશે પરંતુ એવી સ્થિતિ આવી કે 200 ક્વિન્ટલ ડુંગળી ખેડૂતે મફતમાં વેચવી પડી હતી.આ ખેડૂતનું નામ કૈલાશ નારાયણ છે, તેની પાસે સાડા ત્રણ એકર ખેતીની જમીન છે. આ સાડા ત્રણ એકર જમીનમાંથી 2 એકર જમીન પર તેને ડુંગળી વાવી હતી. ખેડૂતનું કહેવુ છે કે તેમાં 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પાક સારો થયો હતો અને તે ઘણો ખુશ હતો. હંમેશાની જેમ પાક સારો થયો પણ ભાવ મળ્યો નહતો.ડુંગળીની કિંમત 4થી 5 રૂપિયા કિલોએ વેચાઇ રહી હતી. જ્યારે ડુંગળી છુટકની કિંમત આટલી ઓછી છે તો વેપારી ખેડૂતો પાસેથી ઘણા ઓછા ભાવે ડુંગળી ખરીદી રહ્યા હશે.કૈલાશ જ્યારે ડુંગળી વેચવા માટે નજીકના માર્કેટમાં ગયો તો વેપારીઓએ ડુંગળી તરફ જોયુ પણ નહતુ. ડુંગળી ગરમીને કારણે ખરાબ થતી હતી. ખેડૂતે લોકોને વિનંતી કરી તે ડુંગળી મફતમાં લઇ જાય. પહેલા તો લોકોને વિશ્વાસ થયો નહતો પરંતુ ખેડૂતના વારંવાર કહેવા પર લોકોની ભીડ ભેગી થઇ હતી.ખેડૂતે જણાવ્યુ 2 એકર જમીનમાં ડુંગળી ઉગાડી હતી, જેની માટે 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. વેપારી ડુંગળી નહતા લેતા. આ સ્થિતિ અન્ય ખેડૂતોની પણ છે. કંટાળીને 2 લગભગ 200 ક્વિન્ટલ ડુંગળી મફતમાં આપી દીધી હતી. હું દેવામાં ડુબી ચુક્યો છુ. આગળની ખેતી કરવા માટે પણ મારી પાસે કોઇ સુવિધા નથી.