ગુજરાત વિધાનસભા ની ચુંટણી ના મતદાન ને માત્ર ૨૦ દિવસ બાકી છે ત્યારે રાજકીય પાર્ટી દ્વારા વિવિધ સમાજો અને ગામડાઓ માં પ્રચાર પ્રસાર ની શરૂઆત થઇ ગઈ છે ત્યારે થરાદ વિધાનસભા ના થરાદ ખાતે બનાસ ડેરી ના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના ના ઉમેદવાર શંકરભાઈ ચૌધરી ને આજે થરાદ ખાતે દરબાર સમાજે જાહેરમા બેઠક બોલાવવામાં આવી હતી અને જે બેઠક માં દરબાર સમાજ ના આગેવાનો દ્વારા શંકર ચૌધરી ને જાહેર માં સમર્થન આપ્યુ હતું. વાત કરવામાં આવે દરબાર સમાજ ની તો દરબાર સમાજ થરાદ ૮ વિધાનસભા મા પ્રભુત્વ રહેલું છે ત્યારે આ બેઠક પર દરબાર સમાજ જે પણ ઉમેદવાર સાથે રહે છે એ ઉમેદવાર ની થરાદ સીટ પર જીત નક્કી થતી હોય છે ત્યારે આજે સૌથી પેલા આ બેઠક પર દરબાર સમાજે ભારતીય જનતા પાર્ટીના ના ઉમેદવાર શંકરભાઈ ચૌધરી ને જાહેર મા સમર્થન આપ્યું છે.ત્યારે દરબાર સમાજ ના આગેવાનો દ્વારા સમર્થન આપવામાં આવતા ભાજપ ના કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી હતી