- ચોટીલ ગામની દૂધ મંડળીના મંત્રી અને ચેરમેનની મનમાની થી 200થી વધારે પશુપાલકો પરેશાન
વાવ તાલુકાના ચોટીલ ગામની અંદર આવેલ દૂધ મંડળી ને છેલ્લા 25 દિવસ થી બંધ કરી દેવામાં આવતા નાના મોટા પશુપાલન કરી જીવન જીવતા ખેડૂતો અત્યારે પરેશાન થઈ રહ્યા છે ચોટીલ ગામ ની અંદાજે ચાર હજાર ની જનસંખ્યા ધરાવતું ગામ છે જેમાં એક ખેડૂત દ્વારા ચાર ચાર પાંચ પાંચ પશુઓ રાખે છે જેમાં ગામના અંદાજે પાંચ હજાર પશુઓ ની સંખ્યા છે ચોટીલ ગામ ખાસ કરીને ખેડૂત વર્ગ ધરાવતું ગામ છે જોકે ગ્રામજનોના આક્ષેપો છે કે ડેરીના મંત્રી તેમજ ચેરમેન દ્વારા તેમની મનમાની ચલાવી ને આ ડેરી ચલાવવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો ચોટીલ ગામ ની આ ડેરીની સ્થાપના 1997માં કરવામાં આવી ત્યારથી લઈને આજ દિવસ સુધી ગ્રામસભા ડેરી ની અંદર ભરવામાં આવી નથી અને જ્યારે ગ્રામજનો દ્વારા ડેરી પાસે હિસાબ માંગવામાં આવ્યો ત્યારે ગ્રામજનો ને કોઇપણ જાતનો મંત્રી કે ચેરમેન દ્વારા હિસાબ આપવામાં આવતો નથી જેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા જોકે આ બાબતે વધુ ડેરીના મંત્રી નો ટેલિફોનિક સંપર્ક કરાતા મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું
કે ગ્રાહકો દ્વારા હલકી કક્ષાનું દૂધ લાવવામાં આવે છે જેથી કરીને ઉચ્ચ કક્ષાએ સેમ્પલ લેવાયું હતું જેમાં હલકી કક્ષાનું દૂધ માલુમ પડતાં ડેરી બંધ કરવામાં આવી છે અને જે ગ્રાહક દ્વારા હલકી કક્ષાનું દૂધ લાવવામાં આવ્યું હતું તે ગ્રાહકના પગાર નું પેમેન્ટ તેમજ દૂધ વધારો અટકાવી દેવામાં આવ્યો છે જેવું જણાવવામાં આવ્યું હતું જોકે ડેરી ની અંદર રેગ્યુલર દુધ ભરાવતા ગ્રાહક પટેલ કરશનભાઈ રવજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા ગામની ડેરી ની અંદર ચેરમેન અને મંત્રી દ્વારા તેમની મનમાનીથી આ ડેરી ચલાવવામાં આવી રહી છે જેથી કરીને અમારે ગ્રાહકોને પરેશાન થવું પડી રહ્યું છે મારૂ રોજનું એક ટંકનું ૪૦ લીટર થી વધારે દૂધ હું ભરાવતો હતો પરંતુ આ ડેરી બંધ થતાં મારે અત્યારે ક્યાં જવું જોકે દૂધ આટલું બધું ક્યાં મૂકવું અને પશુઓને ઘાસચારો ક્યાંથી લાવી ને નાખવો જેથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા ગંભીરતા નોંધ લઈને આ ડેરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી અમારી માગ છે અત્યારે તો ચોટીલ ગામના 200થી વધારે દૂધ ગ્રાહકો આ વિવાદને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે