હવામાન વિભાગના મતે બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર બન્યો છે, જે 21 અને 22 માર્ચે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં માછીમારીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી.હવામાન વિભાગે કહ્યું છે કે, જે લો- પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે તે 21 માર્ચે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે, જે 22મી માર્ચે ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. જો આ ચક્રવાત વાવાઝોડાનું રૂપ ધારણ કરશે તો તેનું નામ ‘અસની’ રહેશે. નિયમો અનુસાર આ ચક્રવાત તોફાનને શ્રીલંકાએ ‘અસની’ નામ આપ્યું છે.