ધાનેરા તાલુકામાં જાણે ફોરેસ્ટર વિભાગે લીલી ઝંડી આપી હોય તે રીતે વૃક્ષો કપાઈ રહ્યા છે વિકાસથી ફુલાતા માનવી સમક્ષ પર્યાવરણની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે જો પર્યાવરણની સુરક્ષા માટે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જશે વૃક્ષોની પૂજા પાઠ કે વિવાહ કરવાના બદલે એનું મહત્વ સમજીને વૃક્ષ નિકંદન અટકાવીને વૃક્ષ જતન અને નવો ઉછેર થવો જોઈએ પરંતુ ધાનેરા તાલુકામાં કાયદાની ઐસી કી તૈસી કરીને ભ્રષ્ટાચાર વૃતિથી વૃક્ષોનું સરેઆમ નિકંદન થઈ રહ્યું છે તે ખરેખર અટકાવવું જોઈએ ઠેર ઠેર ઘટાદાર વૃક્ષો કપાઈ રહ્યા છે માર્ગો ઉપર ટ્રકો, ટ્રેક્ટરો દ્વારા ખુલ્લેઆમ લીલા વૃક્ષોના થળિયા લઈ દિવસ રાત બિન્દાસ હેરાફેરી કરી રહ્યા છે પરંતુ વન વિભાગ મગનું નામ મરી પાડવા તૈયાર નથી દર વર્ષે વૃક્ષારોપણના કાર્યક્રમો થાય છે વૃક્ષારોપણ કર્યા પછી કોઈ ભૂલથી પણ જોવાનો કે પુછવાનો પ્રયત્ન નથી કરતું કે અમારું રોપેલું છોડવું ઉગ્યું છે કે નહીં માત્ર ને માત્ર દેખાડો જ કરવામાં આવે છે વૃક્ષારોપણ પાછળ રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ ભાગ્યે જ ખર્ચ કરેલ રૂપિયાનું વળતર મળતું હોય પરંતુ તેનું પરિણામ શૂન્ય મળે છે