ક્રાઈમ : બનાસકાંઠા જીલ્લા ના અમીરગઢ-બોર્ડર પરથી પોલીસે પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ સાથે ઈસમને ઝડપી પાડ્યો

બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા શખ્સો સામેની કાર્યવાહી કડક રીતે કરવાની સૂચના આપતા અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા. દરમિયાન આબુરોડ તરફથી એક ઇસમ ચાલીને આવી રહ્યો હોય તેના કમરના ભાગે ફોટમાં કોઇ ચીજવસ્તુ ભરાવેલ હોય અને શકમંદ જણાતા ઇસમને કોર્ડન કરી ઉભો રાખી ચેક કરતા તહોમતદાર રામુ રાજેન્દ્રકુમાર નાયકના કમરના ભાગે ફોટમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટની લોખંડની પિસ્તોલ તેમજ જીવતા કારતુસ 03 મળી આવ્યા હતા. જેથી મુદ્દામાલ કબજે કરી ઇસમની અટકાયત કરી હતી. આ ઉપરાંત મનોજ નાયક રહે.જોધપુર બાબુપુરા, ચીમનસિંહ સોઢા રહે.જોધપુર, લીગાડી વાળાઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો આચરેલ હોય તમામ વિરૂદ્ધ આર્મ્સ એકટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version