બનાસકાંઠા જીલ્લા માં નર્મદા નદી માંથી કેનાલ મારફતે ખેડૂતો ને પાણી પહોચાડવામાં આવ્યું રહ્યું છે ત્યારે બનાસકાંઠા જીલ્લા માં છેલ્લા કેટલાય સમય થી સતત કેનાલ માં ભંગાણો થવાથી કેનાલો માં ગાબડા પાડવાનો શીલશીલો ચાલ્યું રહ્યો છે વાવ વિસ્તાર ની ચતરપુરા માઇનોર માં આસારા ગામ ની સીમ માં ૧૦ ફૂટ નું ગાબડું પડતા આસપાસ ના ખેતેરો પાણી માં ગરકાવ થઇ ગયા હતા અને ખેડૂતો ના ખેતર માં ઉભો પાક માં પાણી ફરીવળતા ખેડૂત ને ભારે નુકશાન થવા પામ્યું છે .

લાખો લીટર પાણી નો વેદ્ફાડ થયો હતો એક બાજુ પાણી ખેતરો સુધી પહોચતું નથી તો બીજી બાજુ કેનાલ માં ગાબડા પડતા મોટું નુકશાન થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ ઉપરાંત ખેડૂત કહ્યા અનુસાર વારવાર આ કેનાલ માં ગાબડું પડવા ની વાત કરી રહ્યા છે તો બીજી બાજુ કેનાલ ગાબડા પડતા હલકી ગુણવતા નું કામ કરી જતા રહે છે અને ભોગવવું ખેડૂત ને પડે છે તો સત્વરે ખેડૂત ને થયેલ નુકશાન વળત ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી
