યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઇગામબનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે,શહેરોમાં જ નહીં ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જતી હોઈ સલામતીના ભાગરૂપે દરેક તાલુકા મથકોમાં કોવિડ સેન્ટરો કે કોરોના કેર સેન્ટરો શરૂ કરવાની તંત્રને ફરજ પડી છે,જે અંગે સ્થાનિક ધારાસભ્ય સહિત અગ્રણીઓની રજુઆતોને પગલે સરહદી સુઈગામ તાલુકામાં પણ જલોયા નડાબેટ રોડ પર આવેલ ઇકો ટુરિઝમમાં 25 બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે,આ અંગેની વિગતો આપતાં ઇકો ટુરિઝમના 7 રૂમોમાં 25 બેડ સાથે કોરોના કેર સેન્ટર શરૂ કરાયું છે,જ્યાં જરૂર મુજબનો આરોગ્ય સ્ટાફ હાજર રહેશે,અને કેર સેન્ટરમાં આઇસોલેટ થયેલ દર્દીઓ ની સારવાર કરવામાં આવશે,