ડીસા શહેરમાં આવેલ તિરૂમાલા સોસાયટીમાં પિતા અને પુત્રને કોરોના પોજેટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.સમગ્ર ગુજરાતભરમાં જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે તેના કારણે હાલમાં રોજેરોજ મોટી સંખ્યામાં ફરી એકવાર કોરોનાવાયરસ ના કેસો વધી રહ્યા છે ખાસ કરીને ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસ ની બીજી લહેર માં અનેક લોકો મોતને ભેટ્યા હતા જે બાદ ફરી એકવાર ડીસામાં કોરોના પોઝિટિવ દર્દીઓ શરૂ થઈ ગયા છે. જે અંતર્ગત ડીસા શહેરમાં ફરી એકવાર એક બાદ એક કોરોનાવાયરસ ના કેસ શરૂ થઈ રહ્યા છે અત્યાર સુધી ડીસા શહેરમાં શાળાઓમાં કોરોના કેસો સામે આવ્યા છે તો ક્યાંક સોસાયટીઓમાં કોરોનાવાયરસ ના કેસો સામે આવી રહ્યા છે ત્યારે ડીસા શહેરના તિરુમાલા સોસાયટીમાં પણ પિતા અને પુત્ર અને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી પિતા અને પુત્રનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક સોસાયટીમાં પહોંચી હતી જ્યાં તાત્કાલિક એ વિસ્તારને કન્ટેનમેન્ટ કરવામાં આવ્યું હતું અને પિતા અને પુત્ર ના સંપર્ક માં આવેલા તમામ લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને કોરોના સંક્રમણ વધે નહીં તે માટે લોકોને આરોગ્ય વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી જે પ્રમાણે ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ના કેસો સામે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર કોરોનાવાયરસ ની ત્રીજી લહેર નું કારણ લોકો સાબિત થઈ રહ્યા છે આજે પણ મોટાભાગના લોકો કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતા નથી જેના કારણે ફરી એકવાર કોરોનાવાયરસ ના કેસો સામે આવી રહ્યા છે.