વાવ તાલુકા માં કોરોનાનો પગ પેસારો ..

સરહદી બનાસકાંઠા જીલ્લા માં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે તેના કારણે કોરોના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ સમગ્ર ગુજરાતભરમાં રોજેરોજ નવા કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સક્રિય બની રહ્યા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસ ની ત્રીજી લહેરની શરૂવાત થઈ ચૂકી છે.તેવામાં ત્રીજી લહેર માં  ફરીવાર વાવ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઇ છે વાવ તાલુકા ના ગોલગામ ના એક ૨૮ વર્ષીય  યુવાન  નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર માં હરકત માં આવ્યું છે જાણવા મળતી માહિતી મુજબ આ યુવાન  જમ્મુ કાશ્મીર માં આર્મી જવાન તરીકે ફરજ બજાવતો હતો કામ અર્થે પોતાના માદરે વતન આવતા કોરોના ના લક્ષણો ના શંકાસ્પદ હોવાના કારણે રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યાં પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું .આ સમગ્ર ધટના ના પગલે આ આર્મી જવાનને હોમ અઈસોલેશન માં રાખી સારવાર આપવામાં આવી રહી છે  તો બીજી બાજુ કોરોનાનો RT-PCR ટેસ્ટ આગળ લેબ માં મુકાયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *