ડીસા શહેરમાં હરિઓમ સ્કૂલની પાછળના વ્હોળા વિસ્તારમાં આવેલું આ મંદિર છે હઠીલા હનુમાનનું મંદિર આવેલું છે અને આ મંદિર આજે શનિવારના દિવસે જ વિવાદનું કેન્દ્ર બન્યું છે.. આ મંદિરમાં રહેતા હરિદાસજી મહારાજે આક્ષેપો કર્યા છે કે આજે સવારે જ્યારે તે મંદિર પર પહોંચ્યા ત્યારે મંદિરના સંચાલકો દ્વારા તેમની સાથે ખૂબ જ ઉધ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.. હરિદાસ મહારાજ ઘણા સમયથી આ મંદિરમાં રહે છે અને આ મંદિર પર દર મંગળવારના ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે.. પરંતુ આજે મંદિરમાં પ્રવેશ આપવા દેવામાં ના આવતા મહારાજે આ મંદિરના સંચાલકો પર ગંભીર આક્ષેપો કર્યા હતા..
આ સમગ્ર મામલે સંચાલક નો સંપર્ક કર્યો અને શું કહ્યું?

ભગવા વેશ ધારણ કરીને મંદિરમાં પુજા કરતાં હરિદાસ મહારાજ મહંત છે અને મહંત દ્વારા જ્યારે મંદિરના સંચાલકો પર આવા સંગીન આક્ષેપ લગાવવામાં આવે ત્યારે સંચાલકોનું કહેવાનું થાય છે તે જાણવા અમારા મીડિયા ટીમ પ્રતિનિધિ એ મંદિરના સંચાલકોને સંપર્ક કર્યો હતો.. ત્યારે સંચાલકોએ જણાવ્યુ હતું કે તેમની પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપ બેબુનિયાદ છે અને મંદિરના અન્ય સંતોની સંમતિથી હરિદાસ મહારાજને મંદિરથી દૂર કરવામાં આવ્યા છે.. અગાઉ તેમને વિદાય આપીને દૂર કરવામાં આવ્યા હતા..
મંદિરના મહંત મંદિરના સંચાલકો પર આક્ષેપ લગાવી રહ્યા છે જ્યારે આ આક્ષેપને મંદિરના સંચાલકો બેબુનિયાદ ઠેરવી રહ્યા છે.. પરંતુ આ સમગ્ર વિવાદમાં એક ધાર્મિક સ્થળ બદનામ થઈ રહ્યું છે.. ત્યારે બંને પક્ષોએ સાથે મળીને આ વિવાદનું સુખદ સમાધાન લાવવું જોઇયે અને શહેરના અન્ય ધાર્મિક આગેવાનોએ પણ મંદિરથી ખરડાઇ રહેલી પ્રતિષ્ઠાને બચાવવા માટે આગળ આવીને વિવાદનું સુખદ સમાધાન લાવવાનો પ્રયાસ કરવો જોઇયે.