યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ અલગ અલગ સમાજ દ્વારા પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવાની ઈચ્છાઓ વ્યકત કરવા લાગ્યા છે. તેમાં હવે બનાસકાંઠામાં વાવ ના કુંડાળીયા ખાતે ભાજપ ની શુભેચ્છા મુલાકાત ની મીટીંગ માં વિવાદાસ્પદ નિવેદન શંકર ચૌધરીને પણ મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે. શંકર ચૌધરીની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એક ખેડૂતે ઉભા થઇને નિવેદન કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી શંકર ચૌધરી હોવા જોઈએ, વાણિયાને ખબર ના પડે. શંકર ચૌધરી પૂર્વ મંત્રી છે અને હાલ બનાસ ડેરીના ચેરમેન છે. સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં શંકર ચૌધરી લોકોની વચ્ચે બેસેલા જોવા મળી રહ્યા છે. આ જ સમયે એક ખેડૂત ત્યાં ઉભો થાય છે અને માઈક લઈ શંકર ચૌધરીએ કરેલા કામોની વાત કરવા લાગે છે
ત્યારબાદ પોતાની ઇચ્છા વ્યકત કરતા કહે છે કે, મુખ્યમંત્રી શંકર ચૌધરી હોવા જોઇએ, વાણિયાને ખબર ના પડે. ખેડૂતના આ નિવેદનને લઈ શંકર ચૌધરી પણ આશ્ચર્યમાં મુકાયા હતા. તુરંત જ શંકર ચૌધરી દ્વારા ખેડૂતને હાથથી ઈશારો કરી બેસી જવા માટે અપીલ કરતા જોવા મળ્યા હતા. શંકર ચૌધરી સાથે આસપાસના અન્ય આગેવાનો પણ ખેડૂતને બેસી જવા માટે અપીલ કરતા જોવા મળ્યા હતા.