ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે. એવા માં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા ની શરૂઆત સોમનાથ થી લઈને સુઈગામ જવા પ્રારંભ કરવામાં આવી હતી જેમાં આજ રોજ આ યાત્રા થરાદ ખાતે પહોચી હતી જેમાં કોંગ્રેસ ના બનાસકાંઠા જીલ્લા ના ધારાસભ્યો હાજર રહ્યા હતા.જેમાં સભા સહીત પદયાત્રા નો કાર્યક્રમ યોજાયો હતો .આજ ના આ કાર્યક્રમ માં શરૂઆત માં મોટા વિશાલ પ્રમાણ લોકો ની જનમેદની ઉમટી હતી પરંતુ રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોત ના સંબોધન ચાલુ થતા લોકો એ સભા છોડી ચાલતી પકડી હતી.ત્યારબાદ અંદાજીત ૧૨ મિનીટ સુધી સંબોધન બાદ અશોક ગેહલોત સભા પૂર્ણ કરી હતી આમ આ સભા ના કાર્યક્રમ માં મોટો ફિયાસ્કો જોવા મળ્યો હતો જેમાં કોંગ્રેસ ના આંતરિક વિખવાદ ના લીધે આ સભા માં લોકો એ ચાલતી પકડી હોય તેવું લોકો ના મુખે ચર્ચાઈ રહ્યું છે